ગુજરાત રાજ્ય
- ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ છેડે આવેલું છે.
- ગુજરાત રાજ્યની હાલની રાજધાની (પાટનગર) ગાંધીનગર છે.
- ગુજરાતની પહેલી રાજધાની (પાટનગર) અમદાવાદ હતી.
- ૧૯૭૦માં ગુજરાતની રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી
- ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ છે.
- ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર જાતિ પરથી પડેલ છે.
- ગુજ્જર જાતિએ ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન ગુજરાતમાં રાજ કર્યું હતું.
- ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે ૧૯૬૦ ના રોજ થઈ હતી
- ગુજરાત રાજ્યની રચના બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.
- આઝાદી પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલનમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા લોકોએ પોતાના અલગ રાજ્યની માગણી કરી હતી.
- વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.
- ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર દક્ષીણ ગુજરાતમાં છે.
-
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે.
- ગુજરાત રાજ્યની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
- ગુજરાત રાજ્યની સરહદો ભારતના ૩ રાજ્યોની સાથે જોડાયેલી છે.
- ગુજરાતનો કચ્છ જીલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે.
- ગુજરાતના કચ્છ જીલ્લા માં બે રણ પ્રદેશ છે, કચ્છ નું નાનું રણ અને કચ્છ નું મોટું રણ.
- ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર માં ગીર નું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે ખુબજ પ્રખ્યાત છે.
- ગુજરાત ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સાતમું સ્થાન ધરાવે છે.
- ગુજરાતમાં અમદાવાદ જીલ્લો વસ્તીની દ્રષ્ટિએ બીજા જીલ્લાઓ કરતા સૌથી મોટું સ્થાન ધરાવે છે.
- ગુજરાતમાં જૂનાગઢ જીલ્લાને સૌથી વધારે તાલુકા છે.
- ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ બનાસ, સરસ્વતી અને રૂપેણ છે.
- ગુજરાતમાં નહેરો દ્રારા સૌથી વધારે સિંચાઈ ખેડા જીલ્લામાં કરવામાં આવે છે.
- ગુજરાતમાં ચોરવાડ પ્રદેશને લીલી નાઘેરનો પ્રદેશ પણ કહેવાય છે.
- સાપુતારા એ ગુજરાત રાજ્યનું એક માત્ર હિલ સ્ટેશન છે.
- ગુજરાતના ઉત્તર ભાગ માં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે.
- અરાવલીની પર્વતમાળા ગુજરાત માં આબુ પાસેથી પ્રેવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે.
- ગુજરાતની તારંગા પર્વતમાળા મેહસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે.
-
ગુજરાતની તળાજાની પર્વતમાળા બૌધ ગુફાઓ માટે જાણીતી છે.
- પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની ૫ પવિત્ર પર્વતમાળામાં ની એક છે
-
ગુજરાતનો ગીરનાર પર્વત એ સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે.
- ગુજરાતમાં જામનગર જીલ્લો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે.
- ગુજરાતના કુલ ૨૫ જીલ્લા છે તેમાંથી ૧૧ જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે.
-
ભારતના બધા રાજ્યો કરતા સૌથી વધારે લાંબો ૧,૬૦૦ કી.મી. દરિયા કિનારો ગુજરાત રાજ્યનો છે.
CONTINUE UPDATE.......................
No comments:
Post a Comment