ઝિબ્રા દ. આફ્રિકાનું પ્રાણી છે પરંતુ હવે તે વિશ્વના ઘણા બધા પ્રદેશોમાં
જોવા મળે છે.
* ઝિબ્રા ૪૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
* કોઈ પણ ઝિબ્રા ક્યારેય એક સરખી પટ્ટીઓ નથી ધરાવતા.
* ઝિબ્રા ૪થી ૫ ફૂટની ઊંચાઈ ધરાવે છે.
* ઝિબ્રા હંમેશાં ટોળામાં રહેવાનું પસંદ કરે છે.
* ઝિબ્રા તેમના લડાયક સ્વભાવ માટે જાણીતા છે. જો તેઓ સમૂહમાં
હોય અને કોઈ પ્રાણી તેમના પર હુમલો કરે તો તેઓ ભાગી નથી જતાં પણ એ પ્રાણીનો સામનો
કરે છે.
* તેમનું આયુષ્ય ૪૦ વર્ષની આસપાસ હોય છે.
* ઝિબ્રાના શરીર પર જોવા મળતી આડી, ઊભી અને વી આકારની લાઈનો
પરથી તે કઈ જાતિના ઝિબ્રા છે તે જાણી શકાય છે.
* ઝિબ્રાની સાંભળવાની અને જોવાની શક્તિ અદ્ભુત હોય છે. તેઓ
દૂરથી કોઈ પ્રાણીનાં પગલાંના અવાજને ઓળખી શકે છે.
* ઝિબ્રા ઘાસનો ચારો ચરે છે.
* ઝિબ્રા ત્રણ પ્રકારની જાતિઓમાં વહેંચાયેલા છે. પ્લેન ઝિબ્રા,
માઉન્ટેન ઝિબ્રા અને ગ્રેવીસ ઝિબ્રા.
* પ્લેન ઝિબ્રાને કોમન ઝિબ્રા તરીકે ઓળખવામાં આવે છે, કારણ
કે તે વિશ્વના મોટાભાગના દેશોમાં જોવા મળે છે.
* ગ્રેવીસ ઝિબ્રાને ઝિબ્રાની ત્રણેય જાતિઓમાં સૌથી જૂના
માનવામાં આવે છે. આ ઝિબ્રા સૌથી મોટાં છે. તેમ છતાં અન્ય બે પ્રકારના ઝિબ્રાની
સરખામણીમાં તેને સૌથી ઓછું પાણી પીવા જોઈએ છે.
No comments:
Post a Comment