Sunday, 24 June 2012

ભારત દેશ

  1. ભારત એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે.
  2. ભારત એ ક્ષેત્રફળ દ્રષ્ટિ એ વિશ્વમાં સાતમા નંબરનો દેશ છે.
  3. ભારત દેશે ૧૯૪૭માં બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી.
  4. ભારતની સરહદો પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે.
  5. ભારત દેશનું નામ ભારતમાં જન્મેલા શકુંતલા અને દુષ્યંતનો પુત્ર રાજા ભરત પરથી પડ્યું છે.ભારતની  ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, દક્ષિણમાં ભારતીય મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો આવેલા છે.
  6. ભારતનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે.
  7. શ્રીલંકા, માલદીવ ટાપુઓ અને ઇન્ડોનેશિયા હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે.
  8. ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળ આવેલી છે અને તે ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોને રોકી લે છે.
  9. ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ ગંગા, યમુના, સિંધુ અને બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળે છે.
  10. હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે
  11. ભારતના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે.
  12. ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ  રણમોટુ રણ અને થારના રણો આવેલા છે.
  13. હાલમાં કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે.
  14. ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ રાજસ્થાનના પોખરનમાં કર્યો હતો.
  15. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે.
  16. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે.
  17. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે  અને તે દુનિયામાં સૌથી લાંબી છે.
  18. ભારતમાં દુનિયાના સૌથી વધુ ધર્મો ઉદ્ભવ પામ્યા છે
  19. પૌરાણીક ભારતમાં સંસ્કૃત ભાષા પ્રચલિત હતી.
  20. ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે.
  21. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા.
  22. ભારતની પોતાની ભાષા હિન્દી છે.
  23. ભારતની તમિળ સિવાયની દરેક ભાષાનું મૂળ ઉદભવ સ્થાન સંસ્કૃત છે.
  24. ભારતમાં બૌદ્ધ ધર્મની સ્થાપના ઇ.સ.પૂર્વે ૩૦૦માં બુદ્ધે કરી. 
  25. ખ્રિસ્તી ધર્મ ભારતના કેરાલા રાજ્યમાં સૌપ્રથમ ખ્રિસ્તી સંત થોમસે સ્થાપિત કર્યો.
  26. શીખ ધર્મની સ્થાપના ૧૫મી સદીમાં ગુરૂ નાનકે કરી.
  27. ભારતનુ બંધારણ જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મા અમલમા આવ્યુ.

No comments: