Thursday, 28 June 2012
Wednesday, 27 June 2012
ગુજરાત રાજ્ય
ગુજરાત રાજ્ય
- ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ છેડે આવેલું છે.
- ગુજરાત રાજ્યની હાલની રાજધાની (પાટનગર) ગાંધીનગર છે.
- ગુજરાતની પહેલી રાજધાની (પાટનગર) અમદાવાદ હતી.
- ૧૯૭૦માં ગુજરાતની રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી
- ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ છે.
- ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર જાતિ પરથી પડેલ છે.
- ગુજ્જર જાતિએ ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન ગુજરાતમાં રાજ કર્યું હતું.
- ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે ૧૯૬૦ ના રોજ થઈ હતી
- ગુજરાત રાજ્યની રચના બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.
- આઝાદી પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલનમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા લોકોએ પોતાના અલગ રાજ્યની માગણી કરી હતી.
- વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.
- ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર દક્ષીણ ગુજરાતમાં છે.
-
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે.
- ગુજરાત રાજ્યની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
- ગુજરાત રાજ્યની સરહદો ભારતના ૩ રાજ્યોની સાથે જોડાયેલી છે.
- ગુજરાતનો કચ્છ જીલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે.
- ગુજરાતના કચ્છ જીલ્લા માં બે રણ પ્રદેશ છે, કચ્છ નું નાનું રણ અને કચ્છ નું મોટું રણ.
- ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર માં ગીર નું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે ખુબજ પ્રખ્યાત છે.
- ગુજરાત ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સાતમું સ્થાન ધરાવે છે.
- ગુજરાતમાં અમદાવાદ જીલ્લો વસ્તીની દ્રષ્ટિએ બીજા જીલ્લાઓ કરતા સૌથી મોટું સ્થાન ધરાવે છે.
- ગુજરાતમાં જૂનાગઢ જીલ્લાને સૌથી વધારે તાલુકા છે.
- ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ બનાસ, સરસ્વતી અને રૂપેણ છે.
- ગુજરાતમાં નહેરો દ્રારા સૌથી વધારે સિંચાઈ ખેડા જીલ્લામાં કરવામાં આવે છે.
- ગુજરાતમાં ચોરવાડ પ્રદેશને લીલી નાઘેરનો પ્રદેશ પણ કહેવાય છે.
- સાપુતારા એ ગુજરાત રાજ્યનું એક માત્ર હિલ સ્ટેશન છે.
- ગુજરાતના ઉત્તર ભાગ માં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે.
- અરાવલીની પર્વતમાળા ગુજરાત માં આબુ પાસેથી પ્રેવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે.
- ગુજરાતની તારંગા પર્વતમાળા મેહસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે.
-
ગુજરાતની તળાજાની પર્વતમાળા બૌધ ગુફાઓ માટે જાણીતી છે.
- પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની ૫ પવિત્ર પર્વતમાળામાં ની એક છે
-
ગુજરાતનો ગીરનાર પર્વત એ સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે.
- ગુજરાતમાં જામનગર જીલ્લો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે.
- ગુજરાતના કુલ ૨૫ જીલ્લા છે તેમાંથી ૧૧ જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે.
-
ભારતના બધા રાજ્યો કરતા સૌથી વધારે લાંબો ૧,૬૦૦ કી.મી. દરિયા કિનારો ગુજરાત રાજ્યનો છે.
CONTINUE UPDATE.......................
Sunday, 24 June 2012
ભારત દેશ
- ભારત એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે.
- ભારત એ ક્ષેત્રફળ દ્રષ્ટિ એ વિશ્વમાં સાતમા નંબરનો દેશ છે.
- ભારત દેશે ૧૯૪૭માં બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી.
- ભારતની સરહદો પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે.
- ભારત દેશનું નામ ભારતમાં જન્મેલા શકુંતલા અને દુષ્યંતનો પુત્ર રાજા ભરત પરથી પડ્યું છે.ભારતની ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, દક્ષિણમાં ભારતીય મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો આવેલા છે.
- ભારતનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે.
- શ્રીલંકા, માલદીવ ટાપુઓ અને ઇન્ડોનેશિયા હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે.
- ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળ આવેલી છે અને તે ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોને રોકી લે છે.
- ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ ગંગા, યમુના, સિંધુ અને બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળે છે.
- હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે
- ભારતના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે.
- ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ રણ, મોટુ રણ અને થારના રણો આવેલા છે.
- હાલમાં કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે.
- ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ રાજસ્થાનના પોખરનમાં કર્યો હતો.
- દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે.
- ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે.
- ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે અને તે દુનિયામાં સૌથી લાંબી છે.
- ભારતમાં દુનિયાના સૌથી વધુ ધર્મો ઉદ્ભવ પામ્યા છે
- પૌરાણીક ભારતમાં સંસ્કૃત ભાષા પ્રચલિત હતી.
- ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે.
- ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા.
- ભારતની પોતાની ભાષા હિન્દી છે.
- ભારતની તમિળ સિવાયની દરેક ભાષાનું મૂળ ઉદભવ સ્થાન સંસ્કૃત છે.
- ભારતમાં બૌદ્ધ ધર્મની સ્થાપના ઇ.સ.પૂર્વે ૩૦૦માં બુદ્ધે કરી.
- ખ્રિસ્તી ધર્મ ભારતના કેરાલા રાજ્યમાં સૌપ્રથમ ખ્રિસ્તી સંત થોમસે સ્થાપિત કર્યો.
- શીખ ધર્મની સ્થાપના ૧૫મી સદીમાં ગુરૂ નાનકે કરી.
- ભારતનુ બંધારણ જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મા અમલમા આવ્યુ.
Friday, 22 June 2012
Thursday, 21 June 2012
ઝિબ્રા દ. આફ્રિકાનું પ્રાણી છે પરંતુ હવે તે વિશ્વના ઘણા બધા પ્રદેશોમાં
જોવા મળે છે.
* ઝિબ્રા ૪૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
* કોઈ પણ ઝિબ્રા ક્યારેય એક સરખી પટ્ટીઓ નથી ધરાવતા.
* ઝિબ્રા ૪થી ૫ ફૂટની ઊંચાઈ ધરાવે છે.
* ઝિબ્રા હંમેશાં ટોળામાં રહેવાનું પસંદ કરે છે.
* ઝિબ્રા તેમના લડાયક સ્વભાવ માટે જાણીતા છે. જો તેઓ સમૂહમાં
હોય અને કોઈ પ્રાણી તેમના પર હુમલો કરે તો તેઓ ભાગી નથી જતાં પણ એ પ્રાણીનો સામનો
કરે છે.
* તેમનું આયુષ્ય ૪૦ વર્ષની આસપાસ હોય છે.
* ઝિબ્રાના શરીર પર જોવા મળતી આડી, ઊભી અને વી આકારની લાઈનો
પરથી તે કઈ જાતિના ઝિબ્રા છે તે જાણી શકાય છે.
* ઝિબ્રાની સાંભળવાની અને જોવાની શક્તિ અદ્ભુત હોય છે. તેઓ
દૂરથી કોઈ પ્રાણીનાં પગલાંના અવાજને ઓળખી શકે છે.
* ઝિબ્રા ઘાસનો ચારો ચરે છે.
* ઝિબ્રા ત્રણ પ્રકારની જાતિઓમાં વહેંચાયેલા છે. પ્લેન ઝિબ્રા,
માઉન્ટેન ઝિબ્રા અને ગ્રેવીસ ઝિબ્રા.
* પ્લેન ઝિબ્રાને કોમન ઝિબ્રા તરીકે ઓળખવામાં આવે છે, કારણ
કે તે વિશ્વના મોટાભાગના દેશોમાં જોવા મળે છે.
* ગ્રેવીસ ઝિબ્રાને ઝિબ્રાની ત્રણેય જાતિઓમાં સૌથી જૂના
માનવામાં આવે છે. આ ઝિબ્રા સૌથી મોટાં છે. તેમ છતાં અન્ય બે પ્રકારના ઝિબ્રાની
સરખામણીમાં તેને સૌથી ઓછું પાણી પીવા જોઈએ છે.
Subscribe to:
Posts (Atom)
